વર્ષ મા એક વખત ઘરડા ઘર ની મુલાકત લેવી... તેવું મન થી નક્કી કર્યું હતું...મંદિર મા ભગવાન ને રૂપિયા ની હવે જરૂર નથી... જીવતી વ્યક્તીઓ ની સેવા કરતી સંસ્થા નેે સહાય કરવી.. એ પ્રભુ સેવા બરાબર છે.. ત્યાંના સંચાલક દવે કાકા પહણ મને અંગત રીતે પરિચિત થઈ ગયા હતા... લાંબા સમય પછી દવે કાકા ને મળ્યો..એક પૂજનીય, માન ઉપજે તેવું તેમનું વ્યકતીત્વ.. નિઃસ્વાર્થ ભાવના સાથે ઘરડા ઘરનો પાયો નાખ્યો હતો.. સંસ્થા ને ઘણી બધી મુશ્કેલી ઓ પડી...છતાં પહણ દવે કાકા..અડીખમ આજે પહણ ઉભા છે... દવે કાકા સંસ્થા મા થયેલ વિવિધ ફેરફારો..મને બતાવી રહ્યા હતા ઘરડા ઘર નું રીનોવશેન.. દરેક ઘરડી વ્યક્તી ના રૂમ મા AC..TV આધુનિક છતાં ઘરડા માણસ ને અનુરૂપ રૂમના ફર્નિચર...પડદા..આરામ ખુરશી.. અને ઇન્ટર કોમ ફોન થી સજ્જ રૂમ જોઈ.. મેં હસ્તા..હસ્તા..કીધું...દવે કાકા..આપણો રૂમ પાક્કો.. દવે કાકા બોલ્યા ..બેટા એવા દિવશ ભગવાન કોઈ ને ના આપે.. આ દરેક દીવાલ ની અંદર ઘરડી વ્યક્તીઓ ના નિશાશા છુપાયેલ છે... જે તેમના સંતાનો ને કદી શાંતિ થી જીવા નહીં દે... બહુ..કપરું છે બેટા ઘરડા ઘરના પગથિયાં ચઢવા... સોના ના પાંજરા ની કિંમત પંખી ને પુછવી ...પડે અમે તો ફક્ત પ્રયત્ન કરીએ છીયે કે તેઓ તેમની જતી જીંદગી સ્વમાન અને આનંદ થી જીવે....છતાં પહણ ઘણા વડીલો તેમનો ભૂતકાળ ભૂલી નથી શકતા... બેટા ..ભૂલી પહણ કઈ રીતે...શકે...બાળકો ને કેટલો પ્રેમ આપ્યો હોય.. જીંદગી નું બલિદાન આપી મોટા કર્યા...હોય.. ફક્ત આ દિવશૉ જોવા માટે..... જા..ખાતરી કરિલે એક..એક વ્યક્તી ના માથે હાથ ફેરવી જો... તેઓ રડી પડે નહીં તો કહેજે...પોતાની લાગણીઓ દબાવી ને બેઠા છે... જીવતી લાશો છે બેટા... જીવતી લાશ.. મારી આંખ પહણ ભીની થઈ ગઈ..મેં વાત બદલી.. દવે કાકા...આ બધી વાત તો ..બરા બર પહણ એવું કેવું ડોનેસશન મળી ગયું.. કે આખી સંસ્થા ની કાયા પલટ થઈ ગઈ.... દવે કાકા બોલ્યા...બેટા...જો આ પ્રાથના હોલ બનાવ્યો..છે.સવાર સાંજ પ્રભુ ની પ્રાથના માટે છે...હોલ મા દ્રસ્ટી કરી તો ભગવાન શ્રી ક્રિષ્ના રાધાજી ની મૂર્તિ સ્મિત કરતી હતી અને તેની બાજુ મા એક દાદા..દાદી ની ઉંમર ના બે ફોટા હાર પેહરાવેલ જોઈ... મેં પુછયુ.. કાકા..આ વડીલ કોણ છે... બેશ બેટા... અમે પ્રાથના હોલ મા બેઠા.. આ સંસ્થા ની કાયા પલટ પાછળ આ બંન્ને મહાન વ્યક્તી નું યોગદાન છે...દવે કાકા બોલ્યા દોઢ વર્ષ પહેલાં..આ બંન્ને વ્યક્તી ને ભગવાને બોલાવી લીધા... લગભગ..દશ વર્ષ થી આપણી સંસ્થા મા ગોપાલ દાદા અને શાંતા બા રહેતા હતા....શાંતાબા માયાળુ..પણ ગોપાલ દાદા સ્પષ્ટ, નિખાલશ, હતા.... મેં કીધું પહણ દવે કાકા..અહીં આવા નું તેઓનું કારણ..? દવે કાકા બોલ્યાં.. બેટા.. દીકરા ના લગ્ન પછી...દીકરા વહુ ના લખણ બરાબર ના લાગ્યા... દીકરો અને દીકરા ની વહુ ની જીદ હતી.. કે તમારી ઉમર વધે છે..હવે ઘર અને તમામ મિલ્કત અમારા નામે કરી દો... ગોપાલ દાદા તો કડક સ્વભાવ ના .હતા કહી દીધું.. મારા જીવતા નહીં થાય... દીકરો.. વહુ..માથા ફરેલ હતા...તેમને કીધું.. સારું તો અમે અમારો રસ્તો કરીયે.. તમે તમારો...દીકરો વહુ જુદા થયા... ઉમર ને કારણે શાંતા બા થી કામ થતું નહતું...એટલે એ લોકો ઘર ને તાળું મારી આપણી સંસ્થા મા કાયમ માટે રહેવા આવી ગયા.... બે એક વર્ષ થી બંન્ને ની તબીયત લથડી હતી... અમારા સંસ્થા નિયમ મુજબ તેમના સંતાન ને જાણ કરી કે શાંતા બા ની તબિયત નાજુક છે..તો છેલ્લા દીવશો માટે તમારે ત્યાં લઈ જાવ.... તેનો દીકરો ને વહુ..આવ્યા પહણ આંખ મા કોઈ લાગણી નહીં... દીકરો બોલ્યો...માઁ તને લેવા આવ્યા છે... શાંતા બા કહે તારા બાપા વગર નહીં આવું... દીકરો.. જિદ્દી હતો...કહે પેહલા અમારા નામે મકાન મિલ્કત કરે પછી...વાત.... ગોપાલ દાદા પહણ જાય તેમ નહતા...હાથ જોડી બોલ્યા... જા બેટા જા.. તારા અને મારા સંબધો બાપ દીકરા ના રહ્યા જ નથી....તારી માઁ અહીજ રહેશે...અને અહીજ મરશે.. અમે સાથે જીવવા અને મરવા માટે વચન બંધ છીયે...તું કોણ અમને બંન્ને ને જુદો પાડનાર... ગોપલ દાદા ના દીકરા વહુ... તેમની મોંઘી ગાડી ના અહંમ અને તિરશકાર ની ભાવના સાથે બારણાં પછાડી ગાડી હંકારી સંસ્થા ની બહાર નીકળી ગયા.... દવે કાકા એ પાણી પીધું.. બેટા.. બીજા દિવસે... સમાજ ને દાખલો બેસે તેવું કામ ગોપાલ દાદા એ કર્યું.. લોકો...મોટી..મોટી વાતો કરે.. સંસ્થા નો ઉપયોગ પહણ કરે...આખી જીંદગી.. દીકરા વહુ ની ટીકાઓ કરી..અંતે જે સંસ્થા એ આશરો આપ્યો હોય તેને રૂપિયા નું પહણ દાન કર્યા વગર જતા રહે છે.. બેટા ગોપાલ દાદા એ સવારે..વકીલ ને બોલાવી....તેની તમામ મિલ્કત સંસ્થા મા દાન કરી દીધી...બેટા દશ કરોડ.. તેમનો બંગલો જ સાત કરોડ નો હતો...અકલ્પીય દાન ... સાથે...સાથે..ગોપાલ દાદા બોલ્યા....એક મારી શરત....સમજો કે છેલ્લી ઈચ્છા.. આ ઘરડા ઘર નું રીનોવેશન કરાવો ત્યરે એક રૂમ ખાલી રાખવો.. જયારે અમારા મરી ગયા પછી મારા દીકરા વહુ આવે તો ...તેને રૂમ ની ચાવી આપી કહેજો.. કે વારસા મા તારો બાપ આ ઘરડા ઘર મા જે રૂમ રહેતો હતો..તે તારા નામે કરતો ગયો છે... મેં કીધું..કાકા.. કેટલી નફરત સંતાન પ્રત્યે થઈ ગઈ હશે... પછી ગોપાલ દાદા..અને શાંતા બા નું શુ થયું..? બેટા.... શાંતા બા એક દીવાશ અશક્તી ને કારણે સવારે ઉભા ના થયા... ગોપાલ દાદા એકલા પડી ગયા... બીજે દિવસે સંસ્થા મા શાંતા બા નું બેસણુ રાખ્યું.... બધા સવારે ગોપાલ દાદા ને રૂમ ઉપર બોલવા ગયા...પહણ ગોપાલ દાદા એ રૂમ નું બારણું ખોલ્યું નહીં....બારણાં ને તોડ્યું.. તો ગોપાલ દાદા પહણ શાંતા બા ની પાછળ ઉપડ્યા... સમગ્ર...સંસ્થા મા ગમગીનતા નું વાતવરણ છવાઈ ગયું.... દવે કાકા એ આંખ લૂછી..બોલ્યા. મને યાદ છે તેમના શબ્દો.. ગોપાલ દાદા તેના છોકરા ને બોલ્યા હતા "સાથે જીવા અને મરવા માટે અમે એક બીજા વચન બંધ છીયે.. તું અમને જુદો કરવા વાળો કોણ....." બેટા.. ગોપાલ દાદા એ વચન પાળ્યું.... નિઃસંતાન લોકો ની સેવા કરવી ગમે છે...પહણ સંતાન હોવા છતાં ઘરડાઘર મા આવતા વડીલો ને સાચવવા બહુજ દર્દ થાય છે... આ છે સંસ્થા નું કાયાપલટ નું કારણ...આ પ્રાથના હોલ નું નામ એટલે જ અમે ગોપલ ભવન રાખેલ છે. મારા થી બોલાઈ ગયું..વાહ..ગોપાલ દાદા..વાહ साथ चाहिये तो पूरा ज़िन्दगी भर का चाहिये.. कुछ पल का साथ तो जनाजा उठाने वाले लोग भी दे देते है... सुख में तेरे साथ चलेंगे दुख में सब मुख मोड़ेंगे दुनिया वाले ... दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे देते हैं ... देते हैं भगवान को धोखा, इनसां को क्या छोड़ेंगे कसमे वादे प्यार वफ़ा सब, बातें हैं बातों का क्या