દર વર્ષે દિવાળી અને અન્ય તહેવારોની ખૂબ સરસ,હ્રદયસ્પર્શી એવી ઢગલાબંધ હાર્દિક,દિલ સે.. શુભેચ્છાઓ મળે છે. પણ કમનસીબે એમાંથી એકેય આજ સુધી ફળી નથી. તો પછી મેં પાઠવેલી શુભેચ્છાઓ પણ નહીં ફળતી હોય,એવું માનીને આ દિવાળીએ મારા તરફથી શુભેચ્છા વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે એની સૌ મિત્રોએ નોંધ લેવા વિનંતી. હા, અગાઉ પાઠવેલી શુભેચ્છાઓ આપને ફળે, પછી બીજી નવી શુભેચ્છાઓ જરૂરથી મોકલવામાં આવશે. તો મિત્રો, મને પણ શુભેચ્છાઓ નહી મોકલો તો ચાલશે. અગાઉની પૂરી થયે જણાવીશ. આભાર સાથે.